Make Donation

|| OM SAI RAM ||

Dear Sai devotees,

You have seen our activities on our website “OM SAI SEVA TRUST, NAVSARI” which is carried out without any discrimination of caste, creed, colour or religion. We are always ready to help the poor & needy people. We have light a lamp of knowledge, faith & devotion through our social activities & helped the people to come out from the illiteracy and wrong belief.

We are always in need of donors to carry out all this services & activities. We have always secured kind co-operation, support & devotion from many known & unknown donors & further also we need you. It is truly said that “Little drops of water makes a great Ocean”. So your donation helps to a large extent. So. It is our humble request to donate & motivate without any selfish approach to keep our trust in motion. You can donate your money in our account as given below & gain the everlasting happiness.

BANK OF BARODA,
NANDINI COMPLEX BRANCH, NAVSARI 396445 (GUJARAT)
A/C No. 29290100019075
IFSC Code : BARB0NAVSGL (BARB પછી શૂન્ય લખવું)

પાન નંબર : AAATO4582D
ટ્રસ્ટ ૮૦ જી નંબર : AAATO4582D/18/15-16/T-0478/80G(5)/dated.26.10.2015
ટ્રસ્ટ ૧૨ એએ નંબર :
AAATO4582D/50/15-16/T-0731/12AA Dated 26.10.2015

 


|| ઓમ સાઈરામ ||

પ્રિય સાઈ ભક્તો,

આપ સૌએ " ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ, નવસારી " ની ધર્મ, જાતિના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે,અવિરત થતી સેવાકીય પ્રવુત્તિઓની બોલતી તસ્વીરો આ સાઈટ પર જોઈ જ છે. આ અનેકવિધ સેવાકીય પ્રવુત્તિઓ કરી સમાજમાં ફેલાયેલ અંધશ્રદ્ધારૂપી અંધકારોને દુર કરી શ્રદ્ધારૂપી જ્યોત પ્રગટવાનું કાર્ય પણ કરીએ છીએ.

દાનના ત્રણ પ્રકાર છે. (૧) જરૂરિયતમંદને માંગવા પહેલાં જ મદદ કરવી. (૨) કોઈકે મદદની માંગણી કરી હોય તો તે પછી તરત જ એને મદદ કરવી. (૩) અને જો તે સમયે આપણી સગવડ ના હોય તો એને શકય તેટલી જલ્દી મદદ કરવાની સાંત્વના આપી પ્રયત્ન કરવો. આ નીતિ દરેક માનવ સમજી જાય તો સાચે જ માનવજન્મની સાર્થકતાને એ પામ્યા એમ કહી શકાય. શ્રી સાંઈ સચ્ચરિત્રમા પણ બાબાએ કહ્યું છે કે મારું મારું કરનાર હે માનવ! તારૂં છે શું કે તું બીજાને આપતા અચકાય છે આ બધુ ભવોભવનું ઋણાનુબંધ છે. જો અત્યારે નહી આપે તો પછી વ્યાજ સાથે ચુકવવું પડશે માટે સાથે સાથે દાન-ધર્મ કરતો જા.

આવી અનેકવિધ સેવાકીય પ્રવુત્તિઓમાં આપ સૌના સાથ સહકારની સદા જરૂર રહે છે. અત્યાર સુધી થયેલ અનેકવિધ સેવાકીય પ્રવુત્તિઓમાં આપ જેવા નામી - અનામી દાતાઓનો સહકાર સદાય રહ્યો છે. "ફુલ નહિ અને ફુલની પાંખડી" કહેવત અનુસાર આપની નાનામાં નાની રકમ પણ અમારી સેવાકીય પ્રવુત્તિઓ કરવા માટે અમને ખુબ જ મદદરૂપ સાબિત થશે. તો આપને નમ્ર અરજ છે કે આપનો યથાયોગ્ય ફાળો નીચે આપેલ બેંકનાં ખાતામાં જમા કરાવી ગુપ્તદાન કાર્યનું પુણ્યફળ પ્રાત્પ કરી શકો છો. અમારું ટ્રસ્ટ રજીસ્ટર ટ્રસ્ટ છે . આપના તરફથી આવેલ દાનની રકમ ૮૦ જી હેઠળ કરમુકત છે.

(નોંધ : અમારા ટ્રસ્ટના બેંક એકાઉન્ટમા આપ દાનની રકમ જમા કરાવો ત્યારે મોબાઈલ ઉપર ફોન કરી અમને જણાવશો જેથી બેંક એકાઉન્ટ ચેક કરી શકાય)

BANK OF BARODA,
NANDINI COMPLEX BRANCH, NAVSARI 396445 (GUJARAT)
A/C No. 29290100019075
IFSC Code : BARB0NAVSGL (BARB પછી શૂન્ય લખવું)

પાન નંબર : AAATO4582D
ટ્રસ્ટ ૮૦ જી નંબર : AAATO4582D/18/15-16/T-0478/80G(5)/dated.26.10.2015 
ટ્રસ્ટ ૧૨ એએ નંબર : AAATO4582D/50/15-16/T-0731/12AA Dated 26.10.2015